હોમ » વીડિયો » દેશવિદેશ

VIDEO: દિલ્હીના શકૂરપુર વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવો ધડાકો થયો, એકનું મોત

દેશવિદેશJune 20, 2018, 2:52 PM IST

દિલ્હીના શકૂરપુર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવો ધડાકો થયો. ધડાકા બાદ આસપાસના લોકો એટલા ડરી ગયા કે ઘરમાંથી નિકળી બહાર ભાગવા લાગ્યા. ધડાકાને પગલે એક દુકાનમાં ભયંકર આગ ભભૂકી ઉઠી. આગ એટલી વિકરાળ બની કે આખી દુકાન રાખના ઢેરમાં ફેરવાઈ ગઈ. આ ઘટનામાં આગમાં ઘેરાઈ ગયેલા દુકાન માલિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દઝાતા તેને સારવાર અર્થે ખસેડાયો છે. બનાવી જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી. પ્રાથમિક તપાસમાં દુકામાં રહેલ સિલેન્ડર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ. બ્લાસ્ટ અને બ્લાસ્ટ બાદના તમામ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. જે જોતા અંદાજ લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો ભયંકર હતો.

News18 Gujarati

Latest Live TV