હોમ » વીડિયો » દેશવિદેશ

મુંબઈના હાલ બેહાલ: સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ટ્રેનના ટ્રેક પર પાણી

ગુજરાતJune 25, 2018, 11:59 AM IST

મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રેલવેના પાટા પર પાણી ભરાઈ જવાને કારણે વેસ્ટર્ન, હાર્બર અને સેન્ટ્રલ લાઇન 5-7 મિનિટ મોડી ચાલી રહી છે. જ્યારે વરસાદને કારણે બાંદ્રા સ્ટેશન પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રેનો લેટ પડી રહી છે. મુંબઈમાં ગતરાત્રીએ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંધેરી, બાંદ્રા, સાયન, હિંદમાતા, દાદર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે હિંદમાતા વિસ્તારના રસ્તાઓ અને સાયન રેલવે સ્ટેશન પર પાણી ફરી વળ્યાં છે.

News18 Gujarati

Latest Live TV