હોમ » વીડિયો » ગુજરાત

Video: ભારતે પાકિસ્તાન પર કરી જોરદાર બોમ્બ વર્ષા, 200 થી વધુ આંતકી ઠાર

ગુજરાત February 26, 2019, 4:21 PM IST

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ઈન્ડિયન એરફોર્સે મંગળવારે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી દીધો. આ હુમલામાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બીજી સર્જિકલ સ્ટ્રાઇક માનવામાં આવી રહી છે. ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ, 26 ફેબ્રુઆરીની વહેલી પરોઢે 3.30 વાગ્યે એરફોર્સના 12 મિરાજ 2000 ફાઇટર પ્લેનોએ આતંકીઓના બેસ કેમ્પ પર હુમલો કર્યો અને તેને નષ્ટ કરી દીધો. આ પહેલા પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિયન એરફોર્સે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કયું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર