હોમ » વીડિયો » ગુજરાત

Video: હાર્દિક પટેલ અનામતનો મુદ્દો વિસરી રહ્યો છે : આઈ. કે. જાડેજા

ગુજરાત September 10, 2018, 4:29 PM IST

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું હતું. જે અંગે ભાજપના પ્રવક્તા આઈ. કે. જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આઇ. કે. જાડેજાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર ચિતીંત છે. પરંતુ કોંગ્રેસે જે પ્રકારે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું, તેમાં બંધ એકદમ નિષ્ફળ રહ્યું છે. ગુજરાતીઓનું જનજીવન બરાબર ચાલ્યું હતું. ગુજરાતની જનતા કોંગ્રેસને આ પ્રકારનો ટેકો આપવા તૈયાર નથી. કોંગ્રેસે હિંસાત્મક રીતે, તોડફોડ કરીને કોઇને કોઇ રીતે પ્રચાર મીડિયામાં રેહવા માટે આ બધું કર્યું છે. લોકશાહીનો દુરૂપયોગ કરીને બંધને લોકો પાડે તેવા નિર્થક પ્રયાસો કર્યા છે. રસ્તા પર ટાયરો સળગાવીને ટ્રાફિકને પાંચ દસ મિનિટ રોકવાના પ્રયત્નો કર્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર