હોમ » વીડિયો » ગુજરાત

આ CCTV સામે આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા કે આખરે પોલીસ કોના માટે છે ?

અમદાવાદ July 4, 2018, 6:25 PM IST

જો તમારી પર હુમલો થાય.હૂમલાખોર તમારાથી બિલકુલ નજીક હોય...અને સામે જો પોલીસ મળી જાય તો રખેને એવું માનતા કે પોલીસ તમને મદદ કરશે.પોલીસ તમારી સહાય કરશે...પોલીસ હુમલાખોરોને ઝડપી પાડવા તત્પરતા દાખવશે. કારણ કે અમદાવાદની પીસીઆર વેનમાં બેઠેલા પોલીસ કર્મીઓએ ઇજાગ્રસ્તને બચાવવાને બદલે હુમલાખોરોને બચાવ્યા. ઘટના છે પહેલી જુલાઇની રાતની.જેમાં સીસીટીવી સામે આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા કે આખરે પોલીસ કોના માટે છે, સામાન્ય જનતા માટે કે અપરાધીઓ માટે.અપરાધીઓને પકડવાને બદલે પોલીસ કેમ ડરીને ભાગી ગઇ. પોલીસે કેમ હુમલાખોરોને ના પકડ્યા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પેહેલી જુલાઇના રાતના સમયે, પકવાન ચાર રસ્તા પાસેના પેટ્રોલ પંપ પાસે સુબોધ નામના એક યુવક પર કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે જાનલેવા હુમલો કર્યો. યુવકે પોતાની જાન બચાવવા પકવાન સર્કલ પાસે પહોંચી તેમના મિત્રોને બોલાવ્યા અને નજીક ઉભેલી પીસીઆર ને જાણ કરી. મહત્વની બાબત એ છે કે હુમલાના 100 થી 150મીટરના અંતરે પોલીસ વેન ઉભી હતી. આમ છતાં પણ પોલીસે ઇજાગ્રસ્ત યુવકની મદદ ના કરી, ના તો તસ્દી લીધી કે તેને ગંભીર ઇજા પહોંચાડનાર છે કોણ. કે ના તો હૂમલાખોરોને પકડવા માટે કોઇ એક્શન લીધા. ઉલટું ...શેખચલ્લીની જેમ શીખ આપી કે તમે હોસ્પિટલ સારવાર માટે પહોંચો અમે જોઇ લઇશું. .ચોંકાવનારી બાબત એ છે કે ઇજાગ્ર્સત યુવક ત્યાંથી જતો રહ્યો અને પીસીઆર ત્યાંથી ભાગી ગઇ...એટલે કે પીસીઆરમાં બેઠેલા પોલીસકર્મી ત્યાંથી રફુચક્કર થઇ ગયા. પણ જો પીસીઆર વાને આ ઘટનાને ખુબજ ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો આજે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હોત, તે યુવકનો જીવ પણ બચી ગયો હોત...ભોગ બન્નારનુ કહેવુ છે કે તેમણે પીસીઆરને જાણ કરી હતી. પણ પીસીઆર હુમલાખોરોને પકડવાને બદલે ત્યાંથી ગાયબ થઇ ગઇ.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર