દેશના દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ: કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ
રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો સર્જિકલ સ્ટ્રાઇકની સારી અસર છે તો આપણે ફરી આવું પગલું નહીં ઉઠાવીએ પરંતુ જો આતંદવાદી સંગઠન કે પછી કોઇ આપણા દેશને નિશાન બનાવે છે તો અમે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય એની કોઇ ગેરંટી આપી ન શકાય. પાકિસ્તાન સઇદ હાફિજ સામે કાર્યવાહી કરે સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજનાથસિંહે પહેલીવાર મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ઇસ્લામાબાદમાં મુબંઇ હુમલાના મુખ્ય ષડયંત્રકારી અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદની નજરબંદી પાકિસ્તાન માટે આંખ ખોલવા સમાન છે. જો પાકિસ્તાન સરકારે આતંકીઓ વિરૂધ્ધ એક્શન લેવા માટે ખરેખર જો ગંભીર છે તો સઇદ સામે કાર્યવાહી કરવી જોઇએ અને જેલ મોકલી દેવો જોઇએ. તેમણે કહ્યું કે, મને પાક્કી ખાતરી છે કે અમે એને ભારત પરત લાવવામાં સફળ થઇશું. એમાં સમય લાગી શકે છે. ચીન જરૂર સાથ આપશે હાફિજ સઇદ વિરૂધ્ધ ચીનના વલણ અંગે રાજનાથસિંહે કહ્યું કે, ચીન આ મામલે સમર્થન નહીં આપે. એનું કારણ એની આંતરિક નીતિ જવાબદાર હોઇ શકે. પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે કે તે આપણો સાથ જરૂર આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ મુલ્કોના નાગરિકો પર પ્રતિબંધ અંગે રાજનાથસિંહે કોઇ ટિપ્પણી કરવા અંગે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમણે એટલું કહ્યું કે ટ્રમ્પે આટલો મોટો નિર્ણય આંતરિક આતંકી સ્થિતિને લઇને કર્યો હોવો જોઇએ. હું સીએમની રેસમાં નથી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે રાજનાથસિંહ કહ્યું કે, ભાજપ જરૂરથી જીતશે. હવે બસપા અને સપા કોંગ્રેસ ગઠબંધનથી એ નક્કી છે કે કોણ ભાજપ સરકારના વિપક્ષમાં હશે. યૂપીમાં પોતાને મુખ્યમંત્રી પદના રેસમાં હોવા અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, હું અત્યારે ગૃહમંત્રી છું. એવામાં જો કોઇ અન્યને મુખ્યમંત્રી પદ આપવામાં ના આવે તો એમની સાથે નાઇન્સાફી હશે. યૂપી ચૂંટણીમાં કોઇને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર ન કરવાથી ભાજપને નુકશાન નહીં જાય.
Featured videos
-
Ahmedabad: શહેરી હોસ્પિટલ જેવી સુવિધા આ વૃધ્ધાશ્રમની હોસ્પિટલમાં, જુઓ Video
-
72 વર્ષીય મહિલા વૃદ્ધાવસ્થામાં પણ બનાવે છે પેઈન્ટિંગ, લોકોએ કહ્યું- આ તો...
-
આ વખતે ઉનાળો કેન્સલ થશે કે શું? સાબરમતી રિવરફ્રન્ટ પર જોરદાર પવન ફુંકાયો
-
ચાની કીટલીમાં ચાય પે ચર્ચા, મીનાકુમારીએ રજુ કરી અદ્ભુત કલા
-
અમદાવાદમાં આવેલું છે કાચનું શિવાલય, દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે લોકો
-
તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કેવી રીતે કરશો? અહીંથી મેળવો સંપૂર્ણ જાણકારી
-
શું તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? આ રહ્યો સિલેબસ
-
ગુજરાત PSI, ASIની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? જાણો શું છે સિલેબસ
-
જો TET 1 અને TET 2ની પરીક્ષા પાસ કરવી હોય તો આ રીતે કરો તૈયારી
-
અંબાલાલ પટેલને બધા ઓળખે છે, પરંતુ જાણો છો કેવી રીતે આગાહી આપે છે?