હોમ » વીડિયો » ગુજરાત

Video: ઢુંઢર અને સુરત બળાત્કાર કેસની ઝડપી ટ્રાયલ માટે ફાસ્ટટ્રેક જજની નિમણૂક

ગુજરાતOctober 12, 2018, 5:32 PM IST

અમદાવાદઃ સાબરકાંઠાના ઢુંઢર ગામ અને સુરતના ડિંડોલી વિસ્તારમાં નાની બાળકીઓ પર થયેલા બળાત્કારના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આ માટે બે ફાસ્ટટ્રેક જજનો નિમણૂક કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટના ચીફ ન્યાયાધીશને પત્ર લખીને બે જજની નિમણૂક કરવાની વિનંતી કરી હતી. ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર થયેલા બળાત્કાર અને સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ-પાંચ વર્ષની બે બાળકી પર થયેલા બળાત્કાર બાદ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે આ બંને બનાવમાં કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ આરોપીઓને ઝડપથી ફાંસી સુધીની સજા અપાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.

News18 Gujarati

Latest Live TV