હોમ » વીડિયો » ગુજરાત

ખેતરોમાં ઘૂંટણસમા પાણી, ગયા વર્ષે સુકો આ વર્ષે લીલો દુષ્કાળ, અમે શું કરીશું?

ગુજરાતOctober 1, 2019, 2:51 PM IST

મયુર માંકડિયા, મોરબી : મોરબીનાં (Morbi) માણીયા મીયાણામાં બે દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ (Monsoon) ખાબક્યો છે. આ સાથે વર્ષનો 178 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતોનાં (Farmer) ઊભા પાકનાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે. મહત્વનું છે કે ગયા વર્ષે અહીં સુકો દુષ્કાળ હતો અને આ વર્ષે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની સાથે ગામનું તળાવ પણ છલોછલ ભરાયા બાદ તૂટ્યું હતું જેના પાણી પણ ખેતરોમાં ફરી વળ્યાં છે.

News18 Gujarati

Latest Live TV