હોમ » વીડિયો » અજબગજબ

ગાય અને બળદે લીધા હિન્દુ વિધિવત લગ્નના સાત ફેરા, જુઓ Video

અજબગજબApril 10, 2018, 5:39 PM IST

અહીં થઇ રહ્યા છે એક અનોખા લગ્ન, ઉચ્ચારવામાં આવે છે મંત્રોચ્ચાર અને હાજર લોકો સંપૂર્ણ ભક્તિભાવથી કરી રહ્યા છે હવન-પૂજા. જી હાં આ એક એવા લગ્ન છે કે જેમાં દૂલ્હા-દૂલ્હન જોઇને તમે પણ બોલી ઉઠશો OMG! અહીં લગ્ન થઇ રહ્યા છે એક ગૌ માતાના એ પણ એક બળદ મહારાજ સાથે. મધ્ય પ્રદેશના સીહોર જિલ્લામાં ગાય અને બળદના લગ્ન કરવામાં આવ્યા હતા. દુલ્હન બનેલી ગાય દુલ્હા બનેલા બળદ સાથે ચિંતા મુક્ત રીતે ઘાસ ખાઇ રહી છે. હાજર દરેક જાનૈયા લગ્ન પછી દાવત માણી રહ્યા છે. ગાય માતા લગ્ન બાદ પીળી સાડી, ફૂળ હારથી સજીધજીને મંડપમાં આવી હતી. જ્યારે બળદ મહારાજ પણ અનેક રંગોમાં રંગાયેલી પીળી ચાદર ઓઢીને લગ્ન કરવા પહોંચ્યા હતા. સીહોરના ઇછાવર બ્લોકના ભગતપૂરા ગામમાં એક ગાય અને બળદની હિન્દુ રિવાજ પ્રમાણે લગ્નના સાત ફેરા લેવામાં આવ્યા હતા. ઉપરાંત લગ્નની દરેક રસમ પણ નિભાવવામાં આવી હતી. ગામના ખેડૂત જ્ઞાન સિંહ નાયકે આ અનોખા લગ્ન વિશે જણાવ્યું હતું કે, તેમના પિતાનું નિધન થયું છે ત્યારે ત્રયોદશાહના અવસર ઉપર ગામમાં વૃદ્ધ વડીલોએ આ લગ્નની સલાહ આપી હતી. જેના થકી ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે. પિતૃઓને પણ મોક્ષ મેળશે. આ લગ્ન માટે જ્ઞાન સિંહ નાયકે એક ગાય અને બળદ ખરીદી તેમના લગ્ન કરાવ્યા હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading