હોમ » વીડિયો » ક્રાઇમ

રાજકોટઃ સોની બજારમાં થયેલ લૂંટનો મામલો, મિત્રને આર્થિક મદદ કરવા માટે રચ્યું હતું તરકટ

ક્રાઇમ July 7, 2018, 1:58 PM IST

રાજકોટમાં શુક્રવારે ભર બજારે યુવતીને ઘાયલ કરીને લૂંટી લેવાના કેસમાં નવો જ ખુલાસો થયો છે. શુક્રવારે એવા સમાચાર વહેતા થયા હતા કે અખાભગતના ચોક પાસે આર.સી. આંગડિયા પેઢીમાંથી કિંજલ મણિયાર નામની યુવતી 5 લાખ 30 હજાર ઉપાડી પોતાની દુકાને જઈ રહી હતી. આ જ સમયે અજાણ્યા શખ્સોએ તેના ગળાના ભાગે અને હાથના ભાગે છરીના ઘા મારી પૈસાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, એસોજી અને ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કબજે કરી લૂંટારુઓની શોધખોળ કરવાની કામગીરી શરુ કરી હતી. આ કેસમાં હવે નવો જ ખુલાસો થયો છે. પોલીસે તપાસમાં માલુમ પડ્યું છે કે યુવતીએ લૂંટનું તરકટ રચ્યું હતું.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર