હોમ » વીડિયો » ક્રાઇમ

VIDEO: બે પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના એક પરિવાર વચ્ચે જાહેરમાં જ મારામારી

ક્રાઇમ July 9, 2018, 11:27 AM IST

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા નજીક બે પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના એક પરિવાર વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ હતી. આ મારામારીનો લાઇવ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. હાલ આ વીડિયો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે ઉદવાડા નજીક એક કાર બેફામ દોડી રહી હતી. આ સમયે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જે બાદમાં કાર ચાલક યુવકે બહાર નીકળ્યો હતો અને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. બાદમાં આ આખો મામલો બીચક્યો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર