વરસાદ બાદ ડુંગળીમાં રોગ આવ્યો, વાવેતર કરનાર ખેડૂતોને બેવડો માર
Agriculture News : હાલ બજારમાં ડુંગળીનાં ભાવ નથી. ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ કુદરતી આફતનાં કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. સાવરકુંડલાનાં ખડસલી ગામનાં ખેડૂત ચોથાભાઇ જોગરાણાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદ પડવાનાં કારણે પાક નિષ્ફળ થયો છે. વરસાદ થતા ડુંગળીમાં સળો બેસી ગયો છે.