ઉર્ફી જાવેદ (Urfi Javed) ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss Ott) નો ભાગ બની હતી. જો કે, ઉર્ફી આ શોમાં વધુ અદ્ભુત કંઈ દેખાડી શકી ન હતી, પરંતુ તેને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી અને ઉર્ફી તેનો ઘણો ફાયદો ઉઠાવતી જોવા મળી હતી. પબ્લિક પ્લેસ હોય કે એરપોર્ટ ઉર્ફી દરેક જગ્યાએ તેની ડ્રેસિંગ (Urfi Javed Dress) સેન્સથી દરેકની નજર તેના તરફ ખેંચી રહી છે. ઉર્ફી જાવેદ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસ સંબંધિત વીડિયો પોસ્ટ કરતી રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, ઉર્ફી એક સારી ગાયક પણ છે. તેને રેપિંગની મજા આવે છે. મુંબઈ આવતા પહેલા ઉર્ફીએ દિલ્હીની એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પણ થોડા દિવસ કામ કર્યું છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શો'દેધી-મેધી ફેમિલી'થી કરી હતી