UP Elections 2022

UP Elections 2022

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) જંગ 7 તબક્કામાં યોજાઇ રહ્યો છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તા ટકાવી રાખવા મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ સપાના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav) સત્તા મેળવવા મથી રહ્યા છે. અખિલેશ યાદવે મૈનપુરી (mainpuri)ના કરહાલ મતવિસ્તાર (Karhal Assembly Seat)માંથી ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી અને આગ્રાના સાંસદ એસપી સિંહ બઘેલે (BJP MP SP Singh Baghel) પણ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપે સપા પ્રમુખને ઘેરવા માટે તેના સાંસદ પર દાવ લગાવ્યો છે. કરહાલ વિધાનસભા ક્ષેત્ર હવે યુપીના રાજકારણમાં જંગનું મેદાન બની રહેશે.

up elections 2022 - All Results