સૂર્ય ગ્રહણ (Solar Eclipse) : સૂર્ય (Sun ) અને પૃથ્વીની (Earth) વચ્ચે જ્યારે ચંદ્ર (Moon) આવે છે, ત્યારે સૂર્યગ્રહણ (Solar Eclipse) થાય છે. સૂર્યગ્રહણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક ક્ષેત્રોમાં સૂર્યનો પ્રકાશ આંશિક અથવા પૂર્ણ રીતે આવતો નથી. આ કારણોસર સૂર્યગ્રહણ દરમિયાન અંધારુ થાય છે. ગ્રહણ લાગવું એક ખગોળીય ઘટના છે. પણ ધાર્મિક દ્રષ્ટિએ તેને શુભ માનવામાં આવતું નથી. સૂર્યગ્રહણ આંશિક ગ્રહણ રૂપે જાણીતું છે, જેમાં આકાશમાં રિંગ ઓફ ફાયર જોવા મળે છે. ચંદ્ર જ્યારે સૂર્યને ઢાંકે છે(ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે કવર કરતો નથી), ત્યારે રિંગ ઓફ ફાયર જોવા મળે છે. સૂર્યગ્રહણ સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી છે. નાસા અનુસાર લોકોએ તેમની આંખોની સુરક્ષા માટે સ્પેશિયલ પર્પઝ સોલર ફિલ્ટર અથવા ગ્રહણના ચશમાનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય દિવસોમાં પણ લોકોને સૂર્ય સામે કોઈપણ વગરના ફિલ્ટર વગર ન જોવાની સલાહ આપવામાં આવે છે. નાસા હોમમેડ અથવા ઓર્ડિનરી સનગ્લાસનો ઉપયોગ કરવાની સલાહ બિલકુલ આપતું નથી. સ્પેસ એજન્સી અનુસાર સૌથી ડાર્કેસ્ટ સનગ્લાસ સૌથી વધુ સૂર્ય પ્રકાશ પસાર કરે છે, જેનાથી આંખોને નુકસાન થાય છે. જે લોકોને અંતરિક્ષમાં વધુ રસ ધરાવે છે, તે લોકો તેમના કેમેરામાં આ સૂર્યગ્રહણને કેપ્ચર કરવા ઈચ્છે છે. વૈજ્ઞાનિક આ કૈપ્ચર ન કરવાની સલાહ આપે છે. આ સૌર કિરણોથી તમારી આંખને ખૂબ જ નુકસાન થઈ શકે છે. જે લોકોને નજીકના અથવા દૂરના નંબર છે, તે લોકો ગ્રહણ જોવા માટે તેમના રોજના ચશ્માની પર એક્લિપ્સ ગ્લાસ પહેરી શકે છે.