ઓમિક્રોન

Omicron News in Gujarati

Omicron (SARS-CoV-2): ઓમિક્રોન એ કોવિડ-19 અથવા કોરોના વાયરસનો એક પ્રકારનો વેરિએન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને 24 નવેમ્બર 2021 ના ​​રોજ દક્ષિણ આફ્રિકાથી તેના વિશે સૌ પ્રથમ માહિતી મળી હતી. 26 નવેમ્બર 2021 ના ​​રોજ WHO એ તેને એક ઘાતક અને ખતરનાક વેરિએન્ટ માની ચિંતા વ્યક્ત કરી હતી. ઓમિક્રોનને ગ્રીક મૂળાક્ષરના પંદરમા અક્ષર 'ઓમાઇક્રોન' પર તેનું નામ આપ્યું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ નવા વેરિએન્ટને B.1.1.529 કહ્યું છે અને તેને ઓમિક્રોન નામ આપ્યું છે. WHO એ તેને ખતરનાક માનતા લોકોને ચેતવણી આપી છે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા સહિત કોઈ અન્ય વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાય રહ્યો છે. ઓમિક્રોનમાં ઘણા સ્પાઇક પ્રોટીન મ્યૂટેશન છે અને તે ખુબ સંક્રામક છે. ડોક્ટરો અને નિષ્ણાંતોની ટીમ તે માની રહી છે કે નવો વેરિએન્ટ વધુ ટ્રાન્સમિસબલ છે અને તે ઇમ્યુનિટીને ઝડપથી માત આપવામાં કુશલ છે. આ અત્યાર સુધીના કોઈપણ વેરિએન્ટથી વધુ ખતરનાક છે.

omicron - All Results