પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે.
જેમ બંગાળમાં "
દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે.