નરેશ પટેલ

Naresh Patel news in Gujarati

નરેશ પટેલ (Naresh Patel ) :  રાજકોટમાં જન્મેલા અને ઉછરેલા નરેશ પટેલ અત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. અને પાટીદાર અનામત આંદોલન સમિતિના (  patidar anamat andolan samiti ) સભ્ય પણ છે. પાટીદાર અનામત આંદોલન સમયે આંદોલનકારીઓના પડખે ઊભા રહેલા નરેશ પટેલ એક બિઝનેસ મેન પણ છે. નરેશ પટેલે ખોડલધામ થકી સમાજને એક કરવાનું બીડું ઉપાડ્યું ત્યારથી તેઓ ટાઈમલાઈનમાં આવ્યા. પણ પોતાના બિઝનેસમાં તેઓ સાત સમુંદર પાર કરીને 22 દેશોમાં પહોંચી ગયા છે. ભણવામાં ઠીકઠીક એવા નરેશ પટેલે કોલેજ બાદ પિતાના વ્યવસાયની દોર સંભાળી સફળતાના અનેક શિખરો સર કરતા ગયા. નરેશભાઈની સફળતાનું રહસ્ય પણ શાલિનીબહેનનો સ્વભાવ જ હોઈ શકે એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.કેમ કે સમગ્ર વિશ્વફલક પર ફેલાયેલા વ્યવસાયની સાથે-સાથે નરેશભાઈએ “ભક્તિ દ્વારા એકતાની શક્તિ” સૂત્રને ચરિતાર્થ કરવા માટે જ્યારે 2010ના વર્ષથી ખોડલધામ માટે અવિરત યાત્રાની શરૂઆત કરી ત્યારથી લઈને આજ દિન સુધીની વણથંભી યાત્રા એક મિલનસાર જીવનસાથીના સહકાર વિના શક્ય ન થઇ શકે તેવું કદાચ નરેશભાઈ પણ સહજતાથી સ્વીકારતા જરા પણ અચકાય નહિ. લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલ તાજેતરમાં પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં તેમણે પોતાની રાજકીય દુનિયામાં એન્ટ્રી અંગેની વાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપતા કહ્યું હતું કે પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પાટીદાર સમાજ આ અંગે નિર્ણય લેશે અને પાટીદાર સમાજનો આદેશ હશે તો પોતે રાજકારણમાં આવશે.

naresh patel - All Results

ટૉપ ન્યૂઝ