Lata Mangeshkar : લતા મંગેશકર નું 92 વર્ષની વયે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે 'અજીબ દાસ્તાં હૈ યે', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'નીલા આસમાન સો ગયા' અને 'તેરે લિયે' જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.