જયરાજસિંહ પરમાર કોંગ્રેસના મોટા ગજાના નેતા ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી કોંગ્રેસમાં કાર્યરત રહ્યા બાદ હવે કેસરિયો કર્યો છે. કોંગ્રેસમાં ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ પોતાની મનમાનીથી પક્ષ ચલાવતા હોવાનો રોષ વ્યક્ત કરી જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. સતલાસણા તાલુકાના સુદાસણા ગામના વતની જયરાજસિંહ પરમાર કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ ધારદાર કામગીરી બજાવી હતી. હવે ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાયા છે.