IPL 2022 Mega Auction

IPL Mega Auction 2022

આઈપીએલ ઓક્શન 2022 (IPL 2022 Mega Auction) માટે ઓફિશિયલ ડેટ અને ટાઇમની જાહેરાત કરવામાં આવી છે. આ ઓક્શન બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરી થશે. આ ઓક્શન બે દિવસ સુધી ચાલશે અને સવારે 11 વાગ્યાથી સ્ટાર પોર્ટ્સ નેટવર્ક પર સીધા પ્રસારિત થશે. આઈપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. જેનું સીધું પ્રસારણ લાઇવ કવરેજ બંને દિવસે સવારે 11 વાગ્યાથી શરૂ થશે. IPLની 15મી સિઝન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલ 590 ખેલાડીઓની હરાજી બે દિવસ યોજાશે. આ ઓક્શનમાં 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ક્રિકેટરો છે.આઇપીએલની (IPL) આગામી 15મી સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝીસ - લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પણ હાલની 8 ટીમો સાથે કોમ્પિટિશન કરશે. જેના કારણે આ આગામી IPL 2022 સીઝન વધુ મોટી અને વધુ સારી બનવા માટે તૈયાર લાગી રહી છે.

ipl 2022 mega auction - All Results