હર્ષ સંઘવી

Harsh Sanghvi news in Gujarati

હર્ષ સંઘવી (Harsh Sanghvi) : હર્ષ સંઘવી ગુજરાત સરકારના યુવા ગૃહમંત્રી (Home Minister) છે. લાગણીશીલ અને પરોપકારી, સંગઠનની સાથે સેવાભાવ એમનો ગુણ છે.  ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી મજુરા ગુજરાત વિધાનસભા બેઠકના પ્રતિનિધી છે. તેમનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ થયો હતો. હર્ષ સંઘવીને નવા મંત્રી મંડળમાં નવ ખાતા ફાળવવામાં આવ્યા છે: ગૃહ મંત્રાલય, આપત્તિ વ્યવસ્થાપન અને પોલીસ આવાસ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, આબકારી અને પ્રતિબંધ, સરહદ સુરક્ષા. હર્ષ સંઘવી ડાયમંડ, જવેલરી મેન્યુફેકચરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે. એટલું જ નહીં તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બન્યા છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું. જ્યારે હર્ષે સંઘવીએ ગુજરાત ભાજપમાં 36 વર્ષની વયે આ પદ હાંસલ કરી એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. ભાજપ સરકારના યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના જીવનમાં આવેલા તમામ મોરચા ઉપર સફળ રહ્યા છે. એ પછી નર્મદ યુનિવર્સિટીમાં 2012માં સેનેટની ચૂંટણીમાં ભાજપને 12માંથી 9 બેઠકો લાવી આપવાની વાત હોય કે પછી તાપી શુદ્ધી કરણ માટે મસમોટું ફંડ એકત્ર કરવાનું હોય. એટલું જ નહીં 2019માં થયેલા પુલવામા હુમલા વખતે હર્ષ સંઘવીએ કાર્યક્રમ કરીને શહીદો માટે 4 કરોડ રૂપિયા ફંડ એકઠું કર્યું હતું. હર્ષ સંઘવી રાજકીય સ્તરની સાથે સાથે સામાજિક સ્તર ઉપર પણ કાર્યશીલ છે. તેઓ એક નરમ હૃદયના નેતા છે. તેમણે કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે અનાજની કિટ વિતરણ કરી હતી.

harsh sanghvi - All Results