bappi lahiri

બપ્પી લહેરી : પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું મંગળવારે રાત્રે 69 વર્ષની વયે નિધન (bappi lahiri passes away) થયું હતું. મુંબઈના જુહુની ક્રિટીકેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, બપ્પી દાને પહેલા 29 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત ફરી બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. ડિસ્કો ગીતો માટે પ્રખ્યાત બપ્પી લહેરીએ પણ રાજકારણના ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવ્યું. તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી.

bappi lahiri

તાજેતરના સમાચાર