ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જંગનું એલાન થયું છે. ચૂંટણી પંચ (Election commission of India) દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Elections 2022) વિવિધ 7 તબક્કામાં યોજવાનું આયોજન કર્યું છે. થશે. ગોવા, ઉત્તરાખંડ, પંજાબમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે. 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 10, 14, 20, 23 અને 27 ફેબ્રુઆરી તેમજ 3 અને 7 માર્ચે મતદાન થશે. જ્યારે મત ગણતરી 10 માર્ચે થશે.