

જેની ઘણાં મહિનાઓથી રાહ જોવાતી હતી તે ઝીરોનું બીજી નવેમ્બરે શાહરૂખની અપકમિંગ ફિલ્મ ઝીરોનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. પણ આ ફિલ્મની સરખાણી એક આર્જેન્ટિયન ફિલ્મ સાથે થઇ રહી છે.


આ ફિલ્મનું નામ 'લાયન્સ હાર્ટ' છે. જે વર્ષ 2013માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં પણ હીરો ઠિંગુજી છે. અને તેની હિરોઇન લબુંજી છે.


આ ફિલ્મમાં પણ હિરો-હિરોઇનની રોમેન્ટિક લવસ્ટોરી છે. આ ફિલ્મની સફળતાનાં બે વર્ષ બાદ તેની ફ્રેન્ચ રિમેક પણ બની હતી


ફ્રેન્ચ ફિલ્મનું નામ હતું 'અપ ફોર લવ'. જોકે આપને જણાવી દઇએ કે 'અપ ફોર લવ' અને 'ઝીરો' નાં પોસ્ટર સીવાય આ બંને ફિલ્મોમાં કોઇ સામ્યતા નથી.


શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં અનુષ્કા શર્માને એક દિવ્યાંગ દર્શાવવામાં આવી છે જેને અવકાશ અંગે ઘણું જ્ઞાન છે. આ મુદ્દો ફિલ્મમાં ઉમેરવામાં આવ્યો છે.


શાહરૂખની 'ઝીરો' અને ફ્રેન્ચ આર્જેન્ટિયન ફિલ્મ વચ્ચે શું સમાનતા છે તે વધુ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.


ફ્રેન્ચ ફિલ્મ 'અપ ફોર લવ'માં હીરો હતો ઝાં દુઝાર્દે, જેને 2011માં તેની સાઇલેન્ટ ફઇલ્મ 'ધ આર્ટિસ્ટ' માટે ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો.