

મુંબઈ : ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બનવાનો છે. યુવરાજે વિરાટની બિલ્ડિંગમાં જ ઘર ખરીદ્યું છે. યુવરાજે મુંબઈના વર્લીમાં આવેલ ઓમકાર 1973 ટાવર્સમાં ઘર ખરીદ્યું છે.


તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી 2016માં ઓમકાર ટાવર્સમાં શિફ્ટ થયો હતો. વિરાટનું મકાન 35માં ફ્લોર પર છે. જ્યારે યુવરાજે 29માં ફ્લોર પર ઘર ખરીદ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તેનું ઘર 16 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું છે.


યુવરાજ સિંહનું ઘર વિરાટના ઘરથી લગભગ ડબલ મોંઘું છે. આર્કિટક્ચરલડાઇજેસ્ટ. ઇનના એક રિપોર્ટ પ્રમાણે યુવીએ આ ઘરને 64 કરોડ રુપિયામાં ખરીદ્યું છે. યુવરાજે એપાર્ટમેન્ટના પ્રતિ સ્ક્વેર ફૂટ માટે 40 હજાર રુપિયા આપ્યા છે. કોહલીએ 34 કરોડ રુપિયામાં ઓમકાર એપાર્ટમેન્ટ્સમાં ઘર ખરીદ્યું હતું.


ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈના વર્લી વિસ્તારમાં જ રહે છે. રોહિતે 2017માં ઘર ખરીદ્યું હતું. તેનો ફ્લેટ 6 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જ્યાંથી અરબ સાગરનો 270 ડિગ્રીનો નજારો જોવા મળે છે.