

ઘણી કોશિશો પછી પણ દંપત્તિઓ બાળક પેદા કરવામાં અસમર્થ રહે છે. પત્નીને ગર્ભ ન રહે તો તેની માટે પત્નીને જવાબદાર ગણાય છે. તો આ વાત સારી નથી. ગર્ભધારણમાં પુરુષોના શુક્રાણુઓની ગુણવત્તા અને તેની માત્રા પમ મહત્વની છે. જો પુરુષના શુક્રાણુઓ ઓછા અને ખરાબ ગુણવત્તા ધરાવતા હોય તો ગર્ભ ધારણ કરવાની સંભાવના 10 ગણી ઓછી થઈ જાય છે.


આઈવીએફ એક્સપર્ટ ડૉ. સાગરિકા અગ્રવાલનું કેહવું છે કે, "મેલ ફેક્ટર ઈનફર્ટિલિટી અસામાન્ય કે ખરાબ શુક્રાણુના ઉત્પાદનનું કારણ હોઈ શકે છે. શુક્રાણુની સંરચના અને સ્ખલનની સમસ્યાઓ સ્વસ્થ શુક્રાણુને સ્ખલનશીલ તરલ પદાર્થ સુધી પહોંચતા રોકે છે અને શુક્રાણુ ફેલોપિયન ટ્યૂબ સુધી નથી પહોંચી શકતા જ્યાં નેષેચન થી શકે છે. શુક્રાણુની ઓછી સંખ્યા શુક્રાણુ નિતરણની સમસ્યાથી સૂચિત થઈ શકે છો"


સામાન્ય રીતે પુરુષોમાં બાંઝપણાના લક્ષણ પ્રમુખ નથી હોતા અને તેના કોઈ લક્ષણ નથી હોતા અને રોગીને શિશ્નમાં ઉત્તેજના, સ્ખલન કે સંભોગમાં કોઈ કઠીનતા નથી આવી શકતી. ત્યાં સુધી કે સ્ખલિત વીર્યની ગુણવત્તાની તપાસ ફક્ત ઈનફર્ટિલિટીના સંભવિત કારણને જાણવા માટે થતા પરીક્ષણના માધ્યમથી થઈ શકે છે.


ડૉ. સાગરિકાએ જણાવ્યું કે મેલ ઈનફર્ટિલિટીના 3 પ્રાથમિક કારણ હોઈ શકે છે. શુક્રાણુઓની ઓછી સંખ્યા, શુક્રાણુઓની અસામાન્ય રૂપરેખા અને સ્પર્મ ડિસઓર્ડર, મેલ ફેક્ટર ઈનફર્ટિલિટીના લગભગ 20 % કેસમાં સ્પર્મ ટ્રાંસપોર્ટ ડિસઓર્ડર જ જવાબદાર હોય છે.


વર્ષ 2015-2017ની વચ્ચે થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે આઈવીએફ પ્રક્રિયા કરાવવા ઈચ્છુક દંપત્તિઓમાં, 40% અંતનિર્હિત કારણ પુરિષ સાથીમાં જ હતા. પ્રત્યેક 5 પુરુષોમાંથી એક પુરુષમાં સ્પર્મ ટ્રાંસપોર્ટની સમસ્યા હતી. સર્વેમાં એ પુરુષોને પમ શામેલ કરવામાં આવ્યા જેમણે વેસેક્ટોમી કરાવી લીધી હતી, પરંતુ હવે બાળક ઈચ્છતા હતા.


શુક્રાણુનું ઉત્પાદન વૃષણમાં થાય છે અને તેને પરિપક્વ થવામાં 72 દિવસન સમય લાગે છે. તે પછી પરિપક્વ શુક્રાણુ ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે વૃષણથી અધિવૃષણમાં જાય છે અને 10 દિવસ બાદ તે આગળના સંભોગમાં બહાર નીકળવા માટે તૈયાર થાય છે. પરંતુ ટ્યૂબમાં થોડા અવરોધ થવા પર સ્ખલિત વીર્યમાં શુક્રાણુઓની ઉણપ આવી શકે છે.


તેમણે કહ્યું કે તંત્રિકા તંત્ર સંબંધિત કેટલાક વિકાર પણ શુક્રાણુઓની ગતિશીલતાને બાધિત કરી શકે છે. દુર્ઘટના કે સર્જરીના કારણે ઠીક કરેલા હાડકાંને ઈજા પહોંચવા જેવી તંત્રિકાની ક્ષતિ જેવી સમસ્યાઓ પણ શુક્રાણુઓને પરિવહન કરવાની નલિકાઓની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. જાણવા મળ્યું કે અવસાદ રોધી દવાઓ પણ તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે.