મોરબી : યુવાન ઉદ્યોપતિની દેશભક્તિ, Galwan ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને 60 લાખ રૂ.ની મદદ કરવાનો સંકલ્પ
અગાઉ પુલવામાં હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને રૂબરૂ જઈને 58 લાખ રૂપિયાની મદદ કરનારા અજય લોરિયાએ ફરી દેશભક્તિ દર્શાવી. સંકલ્પ જાણીને ગર્વ થશે

અતુલ જોશી, મોરબી : મોરબીમાં (Morbi) ચીનની (Boycott china) ચીજ વસ્તુઓને સળગાવી અને વિરોધ કર્યા બાદ યુવા ઉદ્યોગ પતિ સામાજીક કાર્યકર અજય લોરીયા Ajay loriya) દ્વારા આજથી ભારત ચીન (India-china border) સરહદ પર આવેલ ગલવાન ઘાટીમાં શહીદ (Martyr of Galwan clash) થયેલાં વીર જવાનોને મદદ રૂપ થવાનો પ્રયત્ન શરૂ કર્યો છે જેમાં આ શહીદ સૈનિકો (Family of soldiers) ના પરિવારને આર્થિક સહાય માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં નાના માં નાના લોકોનો પણ સાથ મળી રહે એ માટે સ્ટોલ મારફત યુવા ઉદ્યોગકાર અજયભાઈ દ્વારા સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે જે લોકો પોતાની અનુકુળતા મુજબ ફંડ આપી શહીદોના પરિવારને મદદ કરી શકે

જે મોરબી શહેર થી લઈને મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને બાદમાં એકત્ર કરી શહીદો ના પરિવારને આપવામાં આવશે આ વખતે પણ અજય લોરીયા દ્વારા 60 લાખથી વધુ સહાય વીર શહીદોના પરિવાર માટે આપવાનો સુદ્રઢ અભિગમ હાથમાં લેવામાં આવ્યો છે.

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જણાવ્યું હતું કે શહીદોના પરિવારને લાગણી અને હુંફની સાથે આર્થિક મદદની પણ જરૂર હોય છે જે આ સમયમાં અત્યંત જરૂરી છે.