

આજના સમયમાં સ્માર્ટફોન આપણા માટે કોઈ મિત્રથી ઓછો નથી. આપણે જ્યારે પણ ફ્રી હોઈએ છીએ એકલા હોઈએ છીએ તો તુરંત ફોન નીકાળી તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. એવામાં તમે શું તમે ક્યારે વિચાર્યું છે કે આ તમારા મિત્રનું કોઈ ઉપનામ પણ હોવું જોઈએ, જો હા જવાબ હગોય તો, આ સમાચાર વાંચ્યા બાદ તમે 20 હજારનો ઓનર પ્લે સ્માર્ટફોન ફ્રીમાં લઈ શકો છો. એટલું જ નહી ફોનનું ઉપનામ રાખી HONOR Band A2 અને HONORનું બ્લૂટૂથ સ્પીકર પણ જીતી શકો છો. આવો જાણીએ કેવી રીતે?


આવી રીતે કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકાય - ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓનરે 17 જાન્યુઆરી સુધી નિકનેમ ફોર સ્માર્ટફોન (nickname for smartphone) કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ હેઠળ જો તમે પોતાના ઓનર સ્માર્ટફોનનું કોઈ ઉપનામ આપી તેની લિંક પર <span style="color: #ff0000;">https://club.hihonor.com/in/topic/157672/detail.htm </span> પર કોમેન્ટ કરો છો અને જો કંપનીને તમારા સ્માર્ટફોનનું નિકનેમ પસંદ આવશે તો, તમે પહેલી ગીફ્ટ HONOR Play, બીજી ગીફ્ટ HONOR Band A2 અને ત્રીજી ગીફ્ટ HONOR Bluetooth Speaker ફ્રીમાં લઈ શકો છો. તમને જણાવી દઈએ કે, કંપની વિનરનું નામ 18 જાન્યુઆરીએ એનાઉન્સ કરશે.


કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો નિયમ - જો તમે આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માંગતા હોવ તો, કોમેન્ટ બોક્સમાં તમારા સ્માર્ટફોનનું નિકનેમ આપવાનું રહેશે. આ નિકનેમ તમારૂ પોતાનું હોવું જોઈએ, ક્યાંયથી લીધેલું ના હોવું જોઈએ. આ સિવાય જો તમે કોમેન્ટમાં ધમકી, જૂઠી, ભ્રામક, અપમાનજનક, અશ્લીલ, નિંદનીય, ભડકાઉ ભાષાનો પ્રયોગ કરો છો તો તમારી આઈડી બેન કરી દેવામાં આવશે.