દાવો! વઢવાણની આ વાવનું પાણી રોગ ભગાડે છે, પાણીની સપાટી પર અદ્ભુત યોગ Corona મુકત રાખે છે?
યોગી યુવક આશિષ સાથે ગામના યુવકો ઊંડા પાણીની સપાટી પર પ્રાણાયામ, પદ્માસન જેવા યોગ પાણીમાં ડુબ્યા વગર કરે છે. ઊંડી વાવના પાણીની સપાટી પર લાકડાની જેમ કલાકો સુધી પડ્યા રહે છે.


રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : પૂરા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દવા શોધવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના વઢવાણની વણજારી વાવમાં યુવકો યોગના બળે કોરોના મુક્ત રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનદર જિલ્લાના વઢવાણમાં આવેલી વણઝારી વાવમાં એક યોગી યુવક દ્વારા યોગ શિખવાડવામાં આવે છે. અહીં યુવકો વાવના ઊંડા પાણીમાં પદ્માસન, પ્રાણાયમ જેવા યોગ કરી રહ્યા છે.


આ યુવકો દ્વારા દાવો કરવામાં આવ્યો કે, વઢવાણની આ વાવનું પાણી અનેક રોગ ભગાડે છે, અને યોગ કોરોના મુક્ત રાખે છે. એક યોગી યુવક દ્વારા પ્રાચિન વાવને સ્વિમીંગ પુલમાં બદલી દીધી છે. અહીં યોગી યુવક સાથે ગામના અનેક યુવકો પાણીમાં યોગ શીખી રહ્યા છે.


અહીં યોગી યુવક આશિષ સાથે ગામના યુવકો ઊંડા પાણીની સપાટી પર પ્રાણાયામ, પદ્માસન જેવા યોગ પાણીમાં ડુબ્યા વગર કરે છે. ઊંડી વાવના પાણીની સપાટી પર લાકડાની જેમ કલાકો સુધી પડ્યા રહે છે.