

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હવે જ્યારે વર્ષ 2018 પૂર્ણ થવાને હવે ગણતરીનાં દિવસો બાકી છે અને આ વર્ષે ઘણી જ સુંદર સુંદર ફિલ્મો રિલીઝ થઇ છે. એક તરફ બિગ સ્ટાર ફિલ્મો જેવી કે પદ્માવત, ટાઇગર ઝિંદા હૈ, પેડમેન અને સંજુએ બાજી મારી. ત્યાં બીજી પણ એવી ફિલ્મો છે જે આ વર્ષ દરમિયાન ખુબજ સુંદર ફિલ્મો આવી છે. જો આ ફિલ્મો જોવાની બાકી હોય તો ચોક્કસથી સમય કાઢીને આ વર્ષ પૂર્ણ થતા પહેલાં જરૂરથી જોઇ લે જો.


3. બધાઇ હો- આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની આ ફિલ્મ વર્ષની સુપરહિટ ફિલ્મ રહી છે. ફિલ્મમાં નિના ગુપ્તા અને ગજરાજ રાવની એક્ટિંગ પણ આલાગ્રાન્ડ છે અને આ ફિલ્મ જો તમે નથી જોઇ તો પછી તમે શું જોયું?


4. સ્ત્રી- રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ હોરર કમ રોમેન્ટિક ફિલ્મ જો જોવાની બાકી હોય તો જરૂરથી એક વખત જોઇ લેજો


5. પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ- જ્હોન અબ્રાહમ સ્ટાર આ ફિલ્મ દર્શકોને ભારતનાં પોખરણ પરિક્ષણ અંગે માહિતી આપતી ફિલ્મ છે. એક વખત તો આ ફિલ્મ જોવા જેવી ખરી


6. ભાવેશ જોષી સુપરહિરો- આ ફિલ્મ અનિલ કપૂરનાં દિકરા હર્ષવર્ધન કપૂરની છે. ફિલ્મ વિરે-દી વેડિંગની સાથે રિલીઝ થઇ હોવાથી તેને સંપૂર્ણ ન્યાય મળ્યો ન હતો પણ આ ફિલ્મ ખરેખરમાં ભ્રષ્ટાચાર અને એક કોમનમેનની લડાઇને ઘણી જ સુઘડ રીતે દર્શાવે છે.


7. કારવાં-ઇરફાન ખાન સ્ટાર આ ફિલ્મમાં ભલે સ્ટારકાસ્ટ તેમનાં સિવાય મોટી ન હોય પણ આ ફિલ્મની સ્ટોરી જ કમાલની છે એક વખત તો આ ફિલ્મ જરૂરથી જોવી


8. રેઇડ- અજય દેવગણ સ્ટાર આ ફિલ્મ જો જોવાની બાકી હોય તો સમય કાઢીને જોઇ લેજો. ફિલ્મ જોવાની મજા આવશે


9. મહોલ્લા અસ્સી- સની દેઓલ સ્ટાર મહોલ્લા અસ્સી ઘણાં વિવાદોથી ઘેરાયેલી હતી આ ફિલ્મ ફાઇનલી વર્ષ 2018માં રિલીઝ થઇ. ત્યારે તેને જોઇએ એવો રિસ્પોન્સ મળ્યો નથી. પણ આ ફિલ્મ એક વખત તો જરૂરથી જોવા જેવી છે.