વોશિંગ્ટનઃ અમેરિકામાં મોતને ભેટી રહેલી એક 18 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવાના આરોપસર એક યુવાનને 34 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કિશોરીએ ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લીધો હતો, જેના કારણે તેણી મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. આ સમયે તેના રૂમમાં હાજર યુવાને તેને બચાવવા માટે કોઈ પ્રયાસ કરવાને બદલે તેની સાથે શરીરસુખ માણ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે અમેરિકાના બ્રાયન વરેલા નામના યુવાનને કિશોરીને ડ્રગ્સ આપવા, તેની સાથે બળાત્કાર ગુજારવા બદલ 34 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કિશોરી જ્યારે ડ્રગ્સના નશામાં બેભાન બની ગઈ હતી ત્યારે બ્રાયને તેની સાથે શરીરસુખ માણીને તેની તસવીરો ક્લિક કરીને તેના મિત્રોને મોકલી હતી. આ સમયે કિશોરી અર્ધનગ્ન હાલતમાં હતી.
યુવકે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે કિશોરી ફેબ્રુઆરીમાં વોશિગ્ટનના મરથા લેક ખાતે આવેલા એક મોબાઇલ હાઉસમાં પાર્ટી માટે આવી હતી. અહીં તેણીએ ડ્રગ્સ લીધું હતું જે બાદમાં તે બેભાન થઈ ગઈ હતી. જોકે, કિશોરી બેભાન થયા બાદ યુવકે મદદ માટે પોલીસને જાણ કરી ન હતી અને કિશોરીની અર્ધનગ્ન હાલતમાં તસવીરો ક્લિક કરીને તેમને મિત્રોને મોકલી હતી.