ભારત સહિત આખી દુનિયા કારોના (coronavirus) સામે લડી રહી છે ત્યારે પાકિસ્તાને કોરોના વાયરસ મહામારી (covid-19 pandemic) ઉપર કાબૂ મેળવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં (pakistan) રવિવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી મોતના માત્ર ચાર કેસ સામે આવ્યા છે. ભારતના (India) પડોશી દેશમાં માર્ચથી અત્યાર સુધીમાં મોતની સૌથી ઓછી સંખ્યા છે. નબળી હેલ્થ સિસ્ટમ હોવા છતાં પાકિસ્તાને એ દાવો સાબિત કર્યો છે કે કોરોના વાયરસ સામેની જંગમાં પાકિસ્તાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. ધ નેશનલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પ્રમાણે દેશમાં કોરોનાના માત્ર 591 નવા કેસ આવ્યા છે.
પાકિસ્તાનમાં અત્યારે કોરોના પોઝિટિવ દર્દીની (corona patient) સંખ્યા 2,93.261 છે. જેમાંથી 6244 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં કોરોના વાયર સંક્રમણ અને તેનાથી થનારા મોતનો આંકડો જૂનમાં અચાનકથી વધી ગયો હતો. પરંતુ ત્યારબાદ સંક્રમણ અને તેનાથી તનારા મોતમાં સતત ઘટાડો આવ્યો છે. જોકે, પાકિસ્તાનમાં કોરોના વાયરસ ઉપર કંટ્રોલ કેવી રીતે થયો એક કોયડા સમાન છે.
આ એવો સમય હતો જ્યારે પાકિસ્તાન મદદ માટે અપીલ કરી રહ્યું હતું. કેન્દ્ર અને પ્રાંતના નીતિ નિયોજક મોટા પ્રમાણમાં લોકોના મોતની આશંકાથી ડરેલા હતા. સંગીતકાર, રાજકીય નેતા, લેખક, ડોક્ટર, શિક્ષક અને સૈનિક જેવી હોસ્તીઓ પણ વાયરસની ચપેટમાં આવી ગઈ હતી. જ્યારે સામાન્ય લોકો પોતાને અસુરિત મહેસૂસ કરવા લાગ્યા હતા. કારોબાર ઠપ થઈ ચૂક્યો હતો. વસ્તુઓ અને સેવાઓનો સંચાર નબળો પડ્યો હતો.
આખી દુનિયામાં કોરોનાની તબાહી થંભી નથી. મહામારીથી રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. અર્થવ્યવસ્થા ખતરના નિશાન ઉપર આવી ચૂકી છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનમાં ઘટના કેસો સુધરતા હાલાતની સાક્ષી પુરાવે છે. આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાઓને પણ ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 31 લાખથી વધારે કેસ થયા છે જેમાંથી 57 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. લિસ્ટમાં પાકિસ્તાન 16માં સ્થાન ઉપર છે. પાકિસ્તાનમાં કોરોનાના મામલા બાંગ્લાદેશથી પણ ઓછા છે.
તેમણે જણાવ્યું કે અહીં હ્યુમિડિટીનું લેવલ 86 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે. અને તાપમાન 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ ચૂક્યું છે. જે વાયરસનું ઝડપથી ન ફાલવવાનું મોટું કારણ છે. તેમણે જણાવ્યું કે એસિમ્પ્ટોમેટિક ઈન્ફેક્શનની સંખ્યા વધવાથી કમ્યૂનિટી વચ્ચે હર્ડ ઈમ્યૂનિટીનું લોકલ વર્જન તૈયાર થયું જેના કારણે કેસોમાં ઘટાડો આવ્યો છે.