મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ગોળીબારની આ ઘટના એક હોસ્પિટલમાં ઘટી હતી. ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. સારવાર દરમિયાન આ 28 વર્ષીય ઓફિસરનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં હોસ્પિટલના સ્ટાફમાંથી એક વ્યક્તિ પણ ઘાયલ થઈ ગયો છે. આ ઘટના દક્ષિણ શિકાગોની મર્સી હોસ્પિટલ ખાતે બન્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો બે મહિલા પર ફાયરિંગ કર્યું હતું. જેમાંથી પાર્કિંગ વિસ્તારમાં જે મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું તે હોસ્પિટલની ડોક્ટર હતી. હુમલાખોરો તેનો પૂર્વ મંગેતર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હુમાલાખોરો તેની પૂર્વ વાગ્દત્તા પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેનું મોત થઈ ગયું છે. હુમલામાં બીજી જે મહિલાનું મોત થયું છે તે હોસ્પિટલ ખાતે ફાર્માસ્યુટિકલ ટેક્નિશિયનનું કામ કરતી હતી.