સમાચાર એજન્સી એપી મુજબ, અલબર્ટોની માતા રમિરેજે જણાવ્યું કે, હું આ તમામને જવાની ના પાડી હતી પરંતુ તેઓ માન્યા નહીં. બાળકીએ છલાંગ મારીને અલબર્ટો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યાં સુધી અલબર્ટો તેને પકડી લે તે પહેલા તે તણાવા લાગી.. અને તે બહાર ન આવી શકી. અલબર્ટોએ તેને પોતાના શર્ટમાં લઈ લીધી અને મને લાગે છે કે તેણે પોતાની જાતને કહ્યું, હું ઘણો દૂર આવી ગયો છું અને તેની સાથે જવાનો નિર્ણય કર્યો. (AP Photo/Antonio Valladares. બાળકીના રમકડા દર્શાવતી અલબર્ટોની માતા)