

હેમ્બર્ગઃ કોરોના વાયરસના કરાણે મોટાભાગના રોજગાર ધંધાઓ બંધ છે. હવે ધીમે ધીમે વેપાર- ધંધાઓ પાટા ઉપર આવી રહ્યા છે ત્યારે સેક્સ વર્કરોની હાલત આ સમયે કફોડી બતની જાય છે. લાંબા સમય બાદ હવે સેક્સ વર્કરો પણ પોતાનો ધંધો ફરીથી શરૂ કરવાની મંજૂરીની માંગ સાથે રસ્તા ઉતરી છે.


જર્મનીમાં (Germany) આશેર 400 વેશ્યાઓ (Sex Workers) અને વેશ્યાલય સંચાલકોએ શનિવારે કોરોના વાયરસના (Coronavirus) પ્રકોપના કારણે મહિનાઓથી બંધ વેશ્યાલયો (Red Light Area) ફરીથી ખોલવાની માંગ કરતા હૈમ્બર્ગના રેડ લાઈટ જિલ્લામાં પ્રદર્શન કર્યું હતું. જર્મનીમાં દુકાનો, રેસ્ટોરન્ટ અને બધાને અનેક મહિનાઓ બાદ ફરીથી ખોલવા માટે મંજૂરી માંગી હતી.


આવી સ્થિતિમાં જર્મનીની યૌન કર્મીઓનું કહેવું છે કે જર્મનીમાં કાયદાકીય રીતે માન્ય છે અને તેમના કામને કથિત રીતે કોઈને મોટું સ્વાસ્થ્ય જોખમ પણ નથી. એટલા માટે સરકારે અમને અમારું કામ ફરી શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ.


હર્બર્ટસ્ટ્રાસના રસ્તાઓ ઉપર જોરદાર પ્રદર્શન: શનિવારે એક રેડ લાઈટ વિસ્તરામાં હર્બર્ટસ્ટ્રાસ નામના એક રસ્તા યૌનકર્મચારીઓ અને વેશ્યાલય સંચાલકોથી ઉભરાઈ હતી. આ લોકોએ અલગ અલગ પ્રકારનો વિરોધ કરી રહ્યા હતા. કોરોના મહામારીના કારણે લાગેલા પ્રતિબંધોના કારણે માર્ચમાં આ વિસ્તાર સંપૂર્ણ પણે બંધ હતો. એક વેશ્યાલયની બારી ઉપર એક યૌનકર્મીએ એક બોર્ડ લટકાવી રાખ્યું છે. જેના લખ્યું હતું કે સૌથી જૂના ધંધાને તમારી મદદની જરૂર છે. કેટલાક પ્રદર્શનકારીઓએ થિએટર માસ્ક પહેર્યું હતું.


યૌનકર્મીઓએ વાયોલિન ઉપર ગાયું ગીત: અન્ય એક યૌનકર્મીએ પોતાની નાઈટલાઈફ માટે મશહૂર રેપરબેન નાની ગલીમાં ખૂણા ઉપર વાયોલિન ઉપર ગીત ગાયું હતું. વિરોધ પ્રદર્શનનું આ આયોજન એસોસિએશન ઓફ સેક્સ વર્કર્સ દ્વારા કર્યું હતું. આ સંગઠનનું કહેવું છે કે લાઈસન્સ પ્રાપ્ત પરિસરોને સતત બંધ હોવાના કારણે વેશ્યાઓ રસ્તાઓ ઉપર કામ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. આ એક ગેરકાયદે રીત કહેવાય. જે વધારે ખતરનાક અને સ્વાસ્થ્યની દ્રષ્ટ્રીથી પણ ઠીક નથી.


સેક્સ વર્કરોની હાલત થઈ રહી છે ખરાબ: આ સંગઠનની સદસ્ય જોહાના વેબરે સમાચરા એજન્સી ડીપીએને જણાવ્યું હતું કે, જેવી રીતે યુવકો આ મામલે રાજનૈતિક રૂપથી જોડાઈ રહ્યા છે. એ વખાણવા લાયક છે. તેમનું સમર્થન સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સેક્સ વર્કરોએ ખૂબ જ લાંબાય સમય સુધી કોરોના વાયરસ પ્રતિબંધોને લઈને ધૈર્ય રાખ્યું છે પરંતુ હવે સ્થિતિ હાથથી નીકળતી જઈ રહી છે.


જર્મનીની આસપાસના અનેક દેશોમાં કામુક અને યૌન સેવાઓને પહેલાથી અનુમતિ મળી છે. અનેક પડોશી દેશોમાં વેશ્યાલય ફરીથી ખોલાયા છે. સ્વિત્ઝરલેન્ડમાં વેશ્યાવૃતિને હવે ચાર સપ્તાહ માટે ફરીથી મંજૂરી આપી છે. ત્યારથી વેશ્યાલયના સંબંધમાં કોરોનાનો કોઈ મામલો સામે આવ્યો નથી.