નવી દિલ્હીઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (coronavirus) હાહાકર મચાવ્યો છે. ત્યારે લાખો લોકોએ Covid-19ના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. દુનિયાના દેશો કોરોના વેક્સીનની (corona vaccine) શોધમાં લાગી ગયા છે. અને વેક્સીનના ટ્રાયલો પણ ચાલી રહ્યા છે. લોકોમાં ભય છે કે છીંક અને ઉધરસ ખાવાથી કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાયા છે. પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં (Research) એક રાહતનો ખુલાસો થયો કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવાને લઈને એક અતિ મહત્વનો ખુલાસો થયો છે. અભ્યાસમાં જાણવા મળ્યાં પ્રમાણે ઊધરસ ખાઈએ અથવા છીંકી ખાવાથી કોરોના વાયરસ નથી ફેલાતો. (પ્રતિકાત્મક તસવીર)
અભ્યાસ પ્રમાણ હવાના સંપર્કમાં આવનારા એરોસોલ માઈક્રોડ્રોપ્લેટ્સ (Contagion Airborne Transmission) કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ફેલાવવા માટે ખાસ જવાબદાર હોતા નથી. જર્નલ ‘ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ'માં (Physics of Fluid) પ્રકાશિત એક અભ્યાસ મુજબ બંધ જગ્યાઓમાં સાર્સ-સીઓવી-2નો એરોસોલ પ્રસાર ખાસ સરકારક સાબિત થતો નથી. (પ્રતિકાત્મક તસવીર)
તેમણે ઉમેર્યું હતું કે, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ માત્ર વાત કરી રહ્યો હોય તેનાથી પણ કોરોનાનું સંક્રમણ ફેલાતો હોવાની શક્યતા ઓછી હોય છે. અભ્યાસમાં ટાંકવામાં આવ્યું છે કે “સાર્સ-સીઓવી-2ના ફેલાવાને લઈને અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એરોસોલ ફેલાવો શક્ય છે, પરંતુ તે વધુ અસરકારક નથી. (પ્રતિકાત્મક તસવીર)
ખાસ કરીને લક્ષણો વગરના કે ઓછા લક્ષણોવાળા સંક્રમણના કેસમાં. કોરોના વાયરસ રસીને લઈને લંડનથી એક સારા સમાચાર છે. અહીં એક મોટી હોસ્પિટલને કોરોના રસી રિસિવ કરવાની તૈયારી માટે કહી દેવામાં આવ્યું છે. જો કે આ બધા વચ્ચે યુકે વેક્સિન ટાસ્ક ફોર્સની અધ્યક્ષ કેટ બિંઘમે રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. (પ્રતિકાત્મક તસવીર)