બર્મિંઘમઃ શ્વાનને માણસોના (Dogs humans best friend) સૌથી સારા મિત્ર ગણવામાં આવે છે. રિસર્ચમાં આ વાત પ્રૂવ પણ થઈ ચૂકી છે. પ્રાણીઓ સાથે સમય પસાર કરવા ઉપર માણસો ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. સામાન્ય રીતે લોકો અનેક બ્રીડ્સના ડોગ ખરીદીને ઘરે લઈ જાય છે. પરંતુ જેની કિંમત સારી એવી હોય છે. પરંતુ લોકો કૂતરાં ખરીદવા કરતા તેને એડોપ્ટ કરવાની અપીલ કરવામાં આવે છે. બ્રિટનમાં (Britain) રહેનારી 25 વર્ષીય એક યુવતીની નજર જ્યારે ઘરની નજીક રસ્તા ઉપર ફરનારા નબળા કૂતરા (Dogs) ઉપર પડી તો તે તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. પરંતુ યુવતીને શું કભર કે તે પોતાના મોતને ઘરે લઈ જઈ રહી છે.
આ મામલો બર્મિંઘમનો છે. અહીં 25 વર્ષીય કિએરા લાડલોને તેના પાળતું કૂતરો જીવતી ખાઈ ગયો હતો. કિએરા થોડા દિવસ પહેલા જ કૂતરાને રસ્તા ઉપરથી ઉઠાવીને પોતાના ઘરે લઈ ગયા હતા. કૂતરાએ યુવતીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. ધ સનમાં આવેલા સમાચાર પ્રમાણે કિએરાની રિલેટિવે ઘટનાની આખી માહિતી પોતાના ફેસબુક પેજ ઉપર શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે કિએરાની પાસે પહેલા એક પિટ બુલ હતો. પરંતુ તેનું કેન્સરના કારણે મોત થયું હતું.
કિએરા પોતાના પિટબુલને ખૂબ જ મિશ કરતી હતી. જેના કારણે જ્યારે તેની નજર રસ્તા ઉપર લાવારિસ ફરી રહેલા પિટબૂલ ઉપર પડી તો તેને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. આ દરમિયાન કિએરાને અંદાજ પણ ન હતો કે તે પોતાના મોતને ઘરે લઈ જઈ રહી છે. ઘટનાની આગલી રાત્રે કિએરાના પડોશીઓને બૂમો સંભળાઈ હતી. તેના ઘરમાંથી બધા લોકો બહાર ગયા હતા. કિએરા ઘરમાં એકલી હતી. જ્યારે બૂમો સંભળાઈ તો લોકોને લાગ્યું કે ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયો છે. પરંતુ ઘરમાં ગયા બાદ દર્દનાક નજારો જોયો હતો.