ઇટાલીનું એક ગામ પોતાને ત્યાં રહેનારને મફતમાં ઘર અને 10000 યૂરો એટલે કે લગભગ 8.17 લાખ રુપિયા આપવાની ઓફર આપી રહ્યું છે. તેનો આ પ્રસ્તાવ ખાસ કરીને યુવા ફેમિલી માટે છે. ગામના લોકોની ઇચ્છા છે કે નવા લોકો અહીં આવે અને તેમના સમુદાયનો ભાગ બને. આ ગામ સુંદર પહાડ પર છે. જ્યાં જુની ઢબના મકાન બનેલા છે. સુંદર વાતાવરણ અને લાંબા-લાંબા ખેતર છે.
અહીંના મેયર ગિવોની બ્રૂનોનું કહેવું છે કે તે ઇચ્છે છે કે દૂરના મજુર કે એવા લોકો અહીં આવે જે અહીં પોતાના બિઝનેસ શરુ કરવા માંગે છે. ખાસ કરીને અહીંની બંધ દુકાનો, બાર અને રેસ્ટોરન્ટ શરુ કરી શકે. આ ગામમાં 1900ની શરુઆતમાં 7000 લોકો રહેતા હતા. હવે અહીંની વસ્તી ફક્ત 1500ની રહી છે. કારણ કે લોકો નોકરીની શોધમાં શહેર તુરિન ચાલ્યા ગયા છે. આ ફક્ત એક ગામની વાત નથી આખા ઇટાલીમાં આવી સમસ્યા છે.