ભારત દ્વારા પુલવામા હુમલાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનાં બાલાકોટમાં એર સ્ટ્રાઇક દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને આ હુમલામાં પાકિસ્તાનનાં 300 જેટલાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. જેની પુષ્ટિ ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. ત્યારે આખા દેશમાં ભારત દ્વારા કરવામાં આવેલી બીજી સર્જિકલ સ્ટ્રાઇકને ખુબજ વખાણવામાં આવી છે. આ કાર્યવાહી બદલ દેશની જનતા ખુબ જ ખુશ છે. ત્યારે ઇન્ટરનેશનલ મીડિયામાં આ ઘટનાને કેવી રીતે કંડારવામાં આવી છે. તેનાં પર કરીએ એક નજર. હફિંગસ્ટન પોસ્ટની હેડલાઇન- 'સરહદપાર ભારતનો હુમલો'