Home » photogallery » વિશ્વ » વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

ગબડતી અર્થવ્યવસ્થાની માર સહન કરી રહેલા અને દેવામાં ડૂબેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડથી વધુ એક આંચકો લાગ્યો છે

  • 15

    વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

    દેવામાં ડૂબેલા અને ગબડતી અર્થવ્યવસ્થાનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક આંચકો લાગ્યો છે. હવે અહેવાલ છે કે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા મળનારા રાહત પેકેજમાં વિલંબ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

    તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે વૈશ્વિક ઋણદાતા CPEC પરિયોજના પર પારદર્શિતા વધારવા માટે દબાણ કરી રહ્યું છે અને ઇસ્લામાબાદથી લેખિતમાં ગેરન્ટી ઈચ્છે છે કે તેમના તરફથી આપવામાં આવતી સહાયતાનો ઉપયોગ ચીનની લોન ચૂકવવા માટે ન કરવામાં આવે. એક મીડિયા રિપોર્ટના હવાલાથી આ જાણકારી સામે આવી છે.

    MORE
    GALLERIES

  • 35

    વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

    પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડથી 8 અરબ અમેરિકન ડોલરની માંગ કરી રહ્યું છે, જેથી તે ખુદને ચૂકવણી સંતુલનની સ્થિતિથી બચી શકે જે દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકી શકે છે. ચીનની મદદથી પાકિસ્તાનને અત્યાર સુધી ચાલુના નાણાકિય વર્ષ એટલે કે 2019-2020 દરમિયાન મિત્ર દેશોથી નાણાકીય સહાયતા પેકેજોમાં કુલ 9.1 બિલિયન અમેરિકન ડોલર મળ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

    પાકિસ્તાનના નાણા મંત્રી અસદ ઉમરે આ પહેલા આ મહિને કહ્યું હતું કે IMFનું એક દળ વિશ્વ બેંકની સાથે ગ્રીષ્મકાલીન બેઠક બાદ તરત જ અહીં આવવાનું છે. તેઓએ કહ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધી રાહત પેકેજ પર હસ્તાક્ષર થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે, હવે IMFનું દળ એપ્રિલને બદલે મે મહિનામાં અહીં આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 55

    વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

    પાકિસ્તાનના અખબાર ડોને ઓફિશિયલ સૂત્રોનો હવાલાથી જાણકારી આપી છે કે રાહત પેકેજને અંતિમ રૂપ આપવા માટે અહીં આવનારા IMF દળના આવવાની યોજના ટળી શકે છે. બંને પક્ષ કરારની શરતો પર ચર્ચા કરી રહ્યા છે.

    MORE
    GALLERIES