ન્યૂઝ18 ગુજરાતી : ભારતના (India) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે હ્યુસ્ટનના (Houston) એનઆરજી સ્ટેડિયમ (NRG Stadium) ખાતે હાઉડી મોદી (Howdy Modi) ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. ભારતમાં બીજી વખત સત્તા ઉપર આવ્યા બાદ આ પહેલો અવસર છે જ્યારે મોદી અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધિત કરવના છે. આ ઉપરાંત આ પહેલીવાર છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે.
મહત્વનું છે કે લગભગ 1000 જેટલા ગુજરાતીઓ નવરાત્રીના પડઘમ વચ્ચે દાંડિયા રમશે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમના પ્રવક્તા ગિતેશ દેસાઈએ જણાવ્યું કે 48 રાજ્યોમાંથી ભારતીયો આ ઐતિહાસિક સમારંભના સાક્ષી બનવા માટે આવી રહ્યાં છે. હ્યુસ્ટનમાં આ પહેલા આવું કોઈ મોટું આયોજન થયું નથી. એટલું જ નહીં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હિસ્સો લેવાના હોઈ તેવી પણ પ્રથમ ઘટના છે. આ સમારંભમાં ભાગ લેવા આવનારા લોકો માટે 100થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.