ઈજિપ્તની સભ્યતા અને સંસ્કૃતિ દુનિયામાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. અહીં સમયાંતરે ખોદાણ દરમિયાન એવી કલાકૃતિઓ મળી છે જે હજારો વર્ષ જૂની હતી. તેનાથી ત્યાંની સૌથી પ્રાચીનતમ સભ્યતા વિશે દુનિયાને જાણકારી મળે છે. હાલમાં ઊંડા સમુદ્રમાં એક રહસ્યમગી મંદિર મળી આવ્યું છે. આ મંદિર વિશે કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 1200 વર્ષ જૂનું છે. મંદિરની સાથે જ ખજાનો ભરેલી હોડી પણ મળી છે, જેની કિંમત કરોડોમાં છે.
મળતી જાણકારી મુજબ, મંદિર હેરાક્લિઓન શહેરના ઉત્તર ભાગમાં મળ્યું છે, જેને ઈજિપ્તનું ખોવાયેલું શહેર એટાલાંટિસ કહેવામાં આવે છે. તેની શોધ કરનારા પુરાતત્વવિદો મુજબ, પ્રાચીન સમયમાં હેરાક્લિઓનને મંદિરોનું શહેર કહેવામાં આવતું હતું. પરંતુ લગભગ હજાર વર્ષ પહેલા આવેલી સુનામીના કારણે આ શહેર પાણીમાં ડૂબી ગયું.