

કોરોના વેક્સીન (coronavirus vaccine) તૈયાર કરવાની હોડમાં રશિયા (Russia) સૌથી આગળ નીકળી ચૂક્યું છે. તેણે જાહેરા કરી છે કે 10 ઓગસ્ટ સુધી વેક્સીનનું રજીસ્ટ્રેશન કરાવી લેશે અને ઓગ્સટોબરમાં મોટી સંખ્યામાં ઉત્પાદન પણ શરૂ કરશે. આ સાથે જ વેક્સીનેશન પ્રોગ્રામ પણ ચલાવી રહ્યું છે. જોકે, એકદમ ગુપ્ત રીતે બનેલી આ રશિયન વેક્સીન અંગે અનેકને ખાસ જાણકારી નહીં આ શું છે, કોણે બનાવી અને શું હ્યુમન ટ્રાયલથી પસાર થઈ છે. ચાલો જાણીએ તેના વિશે બધું જ.


વેક્સીન મોસ્કોના ગામેલ્યા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઈક્રોબાયોલોજીમાં બનાવવામાં આવી છે. જોકે, રશિયાએ આ વેક્સીન તૈયાર કરવાનું કામ ગુપ્ત રીતે કર્યું છે. એક તરફ બીજા દેશો પોતાના ત્યાં વેક્સીનને લઈને પ્રયોગ અને દરેક પ્રકારના ડેવલોપમેન્ટની જાણકારી આપી રહ્યા છે. રશિયા લાંબા સમય સુધી ચુપ્પી સાધી છે. આ વચ્ચે જૂનમાં વેક્સીન ઉપર હ્યુમન ટ્રાયલનો પહેલો ટ્રાયલ શરૂ કર્યો હતો.


સ્પૂતનિકની રિપોર્ટ પ્રમાણે શરુમાં મોસ્કોની લેબમાં બે અલગ અલગ ફોર્મની રસી ઉપર પ્રયોગ થઈ રહ્યો હતો. જેમાં એક તરલ અને એક પાવડરના રૂપમાં હતા. શરૂઆતી ટ્રાયલમાં બંને ગ્રુપ બન્યા છે. જેમાં દરેક 38 પ્રતિભાગી હતા. આમાંથી કેટલાક વેક્સીનને અપાઈ હતી. જ્યારે કેટલાકને પ્લાસીબો ઈફેક્ટ તરીકે રાખ્યા હતા. એટલે કે તેને કોઈ સાધારણ ચીજ આપવાની સાથે એવું જણાવવામાં આવ્યું હતું કે દવા આપવામાં આવી રહી છે.


પ્રતિભાગીઓએ મોસ્કોની જ બે અલગ અલગ હોસ્પિટલમાં દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. બીજા દેશોમાં ટ્રાયલમાં સામેલ મોટાભાગના લોકોની ઘરે જ દેખરેખ રાખવામાં આવ્યા છે. જ્યારે આ મામલે રશિયા અલગ રહ્યું છે. તેણે દરેક પ્રતિભાગીને આઈસોલેશનમાં રાખીને તપાસ કરી હતી.


આમાં રશિયાની સરકારી મેડિકલ યુનિવર્સિટી સેચેનોફે ટ્રાયલ કર્યું છે. અને કથિત રીતે વેક્સીનને મનુષ્ય માટે સુરક્ષિત માનવામાં આવ્યું છે. બે ટ્રાયલોમાં વેક્સીન અજમાવી અને જુલાઈમાં પ્રતિભાગીઓને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે.


જોકે, રશિયાની વેક્સીન ઉપર અનેક વિવાદ ઊભા થયા છે. જેને ગત મહિને બ્રિટન, અમેરિકા અને કેનેડાના એક સંયુક્ત નિવેદન રજૂ કર્યું હતું કે રશિયાએ વેક્સીનની ફોર્મૂલાની ચોરી કરવાની કોશિશ કરી છે. આરોપ હતો કે રશિયાની વેક્સીન બનાવવાની રીત બ્રિટનની ઓક્સફોર્ડની રીતથી ખૂબજ મળતી છે. જોકે, આરોપ સાબિત ન થઈ શક્યા.


એક બીજો વિવાદ એ પણ આવ્યો છે કે રશિયાને ટ્રાયલ પૂરા કર્યા વગર વેક્સીન બનાવી છે. આ અંગે રિશિયાએ કહ્યું કે, તેણે બે ટ્રાયલ સંપૂર્ણ પણે સફળ રહ્યા છે એટલા માટે વેક્સીન રજિસ્ટર કરાવી રહ્યા છે. સાથે સાથે ત્રીજો ટ્રાયલ ચાલી રહ્યો છે.


આ વચ્ચે કોરોનાથી સંપૂર્ણ પણે પરેશાન અમેરિકાએ રશિયાની વેક્સીન લેવાથી સાફ ઈન્કાર કરી દીધો છે. ખુદ અમેરિકી સંક્રમક રોગ એક્સપર્ટ એન્થની ફોસીએ આ નિવેદનમાં કહ્યું હતું. તેમનું કહેવું છે કે રશિયા અને ચીન બંનેથી કોરોનાની વેક્સીન નહીં લેશે કારણ કે બંને દેશોએ આ અંગે ખૂબ જ ગુપ્તતા રાખી છે. (તમામ પ્રતિકાત્મક તસવીરો)