સ્પેનમાં 'લા ટોમાટીના' તહેવારમાં લોકો એકબીજાને ટામેટા મારે છે. (Image: AP) દર વર્ષે ઓગષ્ટ મહિનાના છેલ્લા બુધવારે સ્પેનમાં ટોમાટીના આ તહેવાર ઉજવવામાં આવે છે. (Image: AP) અહીંની ટોમેટો ફાઈટ આખા વિશ્વમાં ભારે લોકપ્રિય છે. ફાઈટ દરમિયાન લગભગ 250,000 પાઉન્ડના ટમેટાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. (Image: AP) ફેસ્ટ દરમિયાન લોકો એકબીજાને ટમેટાથી મારે છે. જોકે, લોકોને ઈજા ન પહોંચે તે માટે ટમેટાને પહેલા હાથથી દબાવીને પોચા કરી દેવામાં આવે છે. (Image: AP) આ ફેસ્ટિવલમાં કોઈને એકબીજાના કપડા ફાડવાની મંજૂરી હોતી નથી.(Image: AP) ફેસ્ટિવલ દરમિયાન દુનિયાના ખુણે ખુણેથી લોકો અહીં મઝા માણવા આવે છે. (Image: AP) 2002માં આ ફેસ્ટિવલને ઈન્ટરનેશનલ ટુરિસ્ટ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. (Image: AP) ફેસ્ટિવલની લોકપ્રિયતાને કારણે તેને બોલિવૂડની 'ઝિંદગી ન મિલેગી દુબારા'માં પણ ફિલ્મમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. (Image: AP) ફેસ્ટિવલની શરૂઆત 1945માં થઈ હતી, જ્યારે કેટલાક યુવાનો શહેરમાં ધરણા કરી રહ્યાં હતાં. (Image: AP) જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી તો તેમણે બાજુમાં શાકભાજીની દુકાનો પરથી શાકભાજી અને ફળો વડે પોલીસ પર હુમલો કરી દીધો. (Image: AP) જે બાદ અહીં ફૂડ ફાઈટ તરીકે 'લા ટોમાટીના' ફેસ્ટિવલ ઉજવવાની શરૂવાત થઇ હતી. (Image: AP) સ્પેનમાં ટોમાટીનો ફેસ્ટિવલમાં મસ્તી કરતાં લોકો (Image: AP)