

ન્યૂઝ18ગુજરાતીઃ વૈજ્ઞાનિકોએ ગોલ્ડેન રેશિયો ઑફ બ્યૂટી ફી (Golden Ratio of Beauty Phi) સ્ટાન્ડર્ડ પ્રમાણે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા વિક્ટોરિયા સીક્રેટ(Victorias Secret model) મૉડલનો ચહેરો છે જે સ્ટાડર્ડ્સની સૌથી નજીક છે.


સુપર મૉડલ બેલા દહીદને (Bella Hadid) દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા માનવામાં આવી છે. ગ્રીક ગણિત (Greek Mathematics)આવું માને છે.


આવા ફૉર્મૂલાના પ્રયોગથી સુંદરતાની પરખ થાય છેઃ વૈજ્ઞાનિકો માન્યું છે કે તેઓ આ ધરતીની સૌથી ખૂબસૂરત મહિલા છે. જે ગૉલ્ડન રેશિયો ઑફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડના આધાર પર નક્કી થાયું છે. વૈજ્ઞાનિકોએ વિક્ટોરિયાઝ સીક્રેટ મૉડલના ચહેરાને પરફેક્શનની સૌથી નજીક મેળવ્યો છે. આવો દાવો goss.ie.ના એક રિપોર્ટ ઉપર કરવામાં આવ્યો છે.


ગોલ્ડન રેશિયો ઑફ બ્યૂટી ફી ક્લાસિકલ ગ્રીક ગણનાઓના આધારે ખૂબસૂરતીનો નિર્ધારણ કરે છે. એટલા માટે તેઓ ચહેરાના માપનો (Measurements of face) પ્રયોગ કરે છે. ગ્રીક સ્કૉલર્સે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ તપાસે છે. આવું તેઓ વૈજ્ઞાનિક ફોર્મૂલા અંતર્ગત સુંદરતાની પરખ માટે કર્યું છે.


ગોલ્ડને રેશિયોના માપ પ્રમાણે 23 વર્ષની બેલાનો ચહેરો નક્કી કરેલા માપદંડ પ્રમાણે 94.35 ટકા ફીટ બેશે છે. આ ઉપરાંત ગોલ્ડન રેશિયો ઑફ બ્યૂટી ફીના પેરામીટર્સ પ્રમાણે પૉપ ગાયિકા બિયાન્સ આ માપદંડના આધારે બીજા નંબર પર આવે છે. તેમનો ચહેરો 92.44 ટકા ફિટ બેશે છે.


ગોલ્ડન રેશિયો ઑફ બ્યૂટી ફીના માપદંડ પ્રમાણે એક્ટ્રેસ અંબર હર્ડ (Amber Heard) આ મામલે 91.85 ટકા ફીટ બેસે છે. તેઓ ત્રીજા નંબરે આવે છે. જ્યારે એરિયાના ગ્રાન્ડ (Ariana Grande) 91.81 ટકા સાથે ચોથા નંબર ઉપર આવે છે.