

કોરોના વાયરસ (coronavirus) બાદ હવે ચીનમાં (china) એક નવી આફત આવી ચૂકી છે. ચીનના અનેક રાજ્યોમાં ભયાનક વરસાદ (heavy Rain) થયો છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ચીની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચાંગક્વિંગમાં વરસાદના કારણે નદીઓ તોફાની બની છે. ભૂસ્ખલ થઈ રહ્યું છે અને માટી ધસી રહી છે. પહાડી રસ્તાઓ ઉપર આવાગમન રોકવામાં આવ્યું છે. (તસવીર: ગ્લોબલ ટાઈમ્સ)


દક્ષિણી અને દક્ષિણ પશ્વિમ ચીનમાં આવેલા વરસાદ, વાવાઝોડા અને પૂરના અને માટી ધસવાના કારણે લાખો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. હજારો ઘર ડૂબી ગયા છે. મોટો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. (તસવીર: ગ્લોબલ ટાઈમ્સ)


ચીનની સરકારે કહ્યું કે દક્ષિણ અને મધ્ય ચીનમાં પૂરના કારણે એક ડઝનથી વધારે લોકોના મોત થયા છે. લાખો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. (તસવીર: ગ્લોબલ ટાઈમ્સ)


ચીનની ઈમર્જન્સી સેવાનું કહેવું છે કે આ પૂરના કારણે અમે 2.50 લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. બધા લોકો ડૂબેલા વિસ્તારોમાં રહેતા હતા. હવે આ બધા લોકો રાહત કેમ્પમાં રહે છે. (તસવીર: ગ્લોબલ ટાઈમ્સ)


ચાંદક્વિંગ, ગુઆંગસી, ઝુઆંગ, યાંગશુઓ, હુનાન, ગુઈઝોઉ, ક્વાંગતો, ફૂચ્યેન અને ચચ્યાંગમાં 1300થી વધારે ઘર પૂર અને માટી ધસવાના કારણે ધરાશાયી થયા છે. શરુઆતી અનુમાન પ્રમાણે 550 મિલિયન યુઝર્સ ડોલર એટલે કે 4161 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


ગુઆંગસીના દક્ષિણી ક્ષેત્રમાં પૂર વધારે ખતરનાક રહ્યું છે. અહીં છથી વધારે લોકોના મોત થયા છે. અનેક લોકો લાપતા છે. હુનાન પ્રાંતના ઉત્તરમાં 7 લોકો માર્યા ગયા છે. અહીં પણ અનેક લોકો લાપતા છે. (ફોટો: AFP)


છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ ચીનના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહી છે. ચીનના 8 રાજ્યોની 110 નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ચૂક્યું છે. આ કારણે પૂર આવ્યું છે. (ફોટો: AFP)


ચીનમાં સામાન્ય રીતે નીચાણવાળા વિસ્તારમાં ભારે નુકસાનનું કારણ બને છે. સૌથી વધારે આ વિસ્તારમાં યાંગ્તજી અને પર્લનદીમાં આફત આવી છે. યાંગ્તજી નદીના ઉપર બનેલા થ્રી ગોર્જ ડેમથી પાણીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. (ફોટો: AFP)


આ વખતે પણ 1000થી વધારે હોટલ્સ પાણીમાં ડૂબી ગઈ છે. દેશમાં 30થી વધારે પર્યટન સ્થળ બર્બાદ થઈ ચૂક્યા છે. (ફોટો: AFP)