

બેબી જમ્પિંગ તહેવારો......બેબી જમ્પિંગ ફેસ્ટિવલ અથવા બાળકો ઉપરથી કૂદવુ એ એક વિચિત્ર તહેવાર છે. જે કોસ્ટિલો સ્પેનમાં મનાવવામાં આવે છે. આ તસવીરમાં એક લાંબો માણસ બાળકો ઉપરથી છલાંગ લગાવી રહ્યો છે. આ તહેવારમાં માતા તેમના બાળકોને જમીન પર રાખે છે અને માણસ તેમના પરથી છલાંગ મારવાની કોશિશ કરે છે.


વેજિટેરિયન ફેસ્ટિવલ.....આ તહેવારો સમગ્ર થાઇલેન્ડમાં ઉજવાય છે. આ ખૂબ ડરાવનો અને ખતરનાક તહેવાર છે. શુદ્ધિકરણની પ્રક્રિયામાં માંસ ખાવા પર પ્રતિબંધ હોય છે. આ તહેવારમાં લોકો શરીરમાં ચાકૂ, ભાલા, અને ધાતુથી છિદ્ર કરે છે.


મચ્છરોનો તહેવાર....ટેક્સાસના ફ્લૂટમાં આ આ વિચિત્ર મત્સ્યઉદ્યોગનો તહેવાર ઉજવાય છે. ત્રણ દિવસિય આ તહેવારમાં વિચિત્ર રમતોનું આયોજન કરવામાં આવે છે.


કોનકી સુમો તહેવાર...આ તહેવાર જાપાનના યામાજી મંદિરમાં ઉજવવામાં આવે છે. કોન્કીનો અર્થ છે રડવું. જાપાનના આ પરંપરાગત તહેવારમાં હાથમાં બાળકો માટે એકબીજા સામે ઊભા રહી જાય છે. તે ખૂબ જ વિચિત્ર છે કે સ્પર્ધા ત્યારે શરૂ થાય ત્યારે બેમાંથી કોઈ પણ એક બાળક રડે છે. પણ, જે વધુ સમય સુધી અને ઝડપી અવાજમાં રડે છે તે સ્પર્ધા જીતી લે છે.


બોલાસ દે ફુએગો...... આ સાલ્વાડોરમાં ઉજવવામાં આવતો તહેવાર ખૂબ જ જોખમી છે. નાના શહેરમાં, લોકો એક જગ્યાએ એકઠા થાય છે અને એકબીજા પર ફાયરબોલ ફેંકે છે.


હદાકા મત્સુરી, ન્યૂડ પરેડ........આ પરેડ જાપાનના ઓકાયમામાં સેઈદાઇજી મંદિર નજીક કાઢવામાં આવે છે. જોકે લોકો પૂરતા નહીં પણ અડધા ન્યૂડ થાય છે અને આશરે 10000 પુરૂષો લૂગી પહેરી નીકળે છે. પરેડ દરમિયાન, પ્રતિભાગીઓ સંતો દ્વારા ફેંકવામાં આવેલી તલવારને લેવાનો પ્રયત્ન કરે છે. તમામ પુરુષો એક સાથે કાગળ, સરનામું, બ્લડ ગ્રૃપ અને તેમની સાથે ફોન નંબર લઇને આવે છે.


રોઝવેલ યુએફઓ ફેસ્ટિવલ.......આ તહેવારમાં એક ગંભીર બેઠક થાય છે જેમાં તમામ યુએફઓલોજિસ્ટ્સ દુર્લભ જીવો અંગે ચર્ચા કરે છે. આ તહેવાર મેક્સિકોના રોસવેલમાં, આયોજીત કરવામાં આવે છે.