

સોશિયલ મીડિયાના યુગમાં લોકો રાતોરાત ફેમશ થઇ જાય છે. જો કે ફેમશ થવા માટે આજના યુગમાં ઉંમરની કોઇ બાધ નથી, આ એવું પ્લેટફોર્મ છે જ્યાં બાળકથી લઇને મોટી ઉંમરના લોકો ફેમશ થઇ જાય છે. આવા જ એક હતા આંધ્રપ્રદેશના મસ્તાનમ્માના, ગામડાની સરળ રેસીપી શીખવવા માટે જાણીતા મસ્તાનમ્માનું ગુંટૂર જિલ્લમાં 107 વર્ષની વયે નિધન થયું. જો કે તમને નવાઇ લાગશે કે મસ્તાનમ્માનાના યુટ્યૂબ પેઝ પર 8 લાખથી વધુ સબસ્ક્રાઇબર હતા.


કારે મસ્તાનમ્માની કૂકિંગની સ્ટાઈલ નિરાળી હતી. જે તેમણે ક્યાંથી સીખી ન હતી. તે ખાવામાં તાજી ખેતરની શાકભાજી વાપરતી હતી. તેમના કિચનમાં કોઈ મોર્ડન ગેજેટ ન હતું.


મસ્તાનમ્મા પ્રકૃતિની વચ્ચે ખુલ્લા ખેતરમાં જ ચૂલા પર રસોઈ બનાવતી હતી. કારના લગ્ન 11 વર્ષની ઉંમરે થઈ ગયા હતા તેને પાંચ સંતાન છે. માત્ર 22 વર્ષની ઉંમરે તે વિધવા થઈ ગઈ હતી.


પતિના મોત બાદ મસ્તાનમ્મા એકલીએ પરિવારને સંભાળ્યો. તે બાળપણથી જ ખૂબ જ એક્ટિવ અને હાર્ડવર્કર હતી. રસોઈ બનાવવી તેની પસંદગીનું કામ હતું. તેના પૌત્રએ તેની પ્રતિભાને ઓળખી અને કન્ટ્રી ફૂડ નામે તેની


મસ્તાનમ્માનાની ચેનલની શરૂઆત 19 ઓગસ્ટ 2016માં થઈ હતી જો કે ત્યારે તેની ઉંમર 105 હતી. માત્ર 2 વર્ષમાં તે લોકપ્રિય બની ગઈ અને આઠ લાખથી વધુ સબ્સક્રાઈબર જોડાઈ ગયા.


કારે મસ્તાનમ્માનાની સૌથી પસંદગી પામેલી રેસિપી વોટરમેલન ચિકન છે. આ રેસિપીનો વીડિયો એક કરોડથી વધુ લોકોએ જોયો હતો. આ સિવાય ચિકન, બિરયાની અને ઈમૂ મીટ, કઢીનો વીડિયો પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બટાટા, હળદર, આદુ અને ટમાટરને છોલવાની કેટલીક અનોખી ટેકનિક પણ દર્શાવી હતી.


છેલ્લા 6 મહિનાથી કારેની તબિયત સારી ન હતી રહેતી. છેલ્લા છ મહિનાથી તેની ચેનલ પર કોઈ નવો વીડિયો પણ અપલોડ ન હતો થયો.


દુનિયાની સૌથી ઉંમરલાયક યુ-ટ્યૂબર અને પોપ્યુલર શેફ કારે મસ્તનમ્માનું 107 વર્ષની વયે નિધન થઈ ગયું. તે છેલ્લા લગભગ 6 મહિનાથી બીમાર હતી. પરિવારે તેમની અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારનો વીડિયો અપલોડ કરી તેમના નિધનની જાણકારી આપી. આ સમચારથી તેના ચાહકો અને સબ્સક્રાઈબર્સને આઘાત લાગ્યો છે. તે ઈમોશનલ મેસેજ કરીને તેમને શ્રદ્ધાજલી આપી રહ્યા છે.