

ભરતસિંહ વાઢેર, વાપી : શહેરનાં ચાણોદ કોલોની વિસ્તારમાં બે મહિલાની હત્યાથી (Double Murder) ચકચાર મચી ગઇ છે. બે મહારાષ્ટ્રીયન મહિલાઓ (Women murder) પર શખ્સોએ આવીને તેમની અંધાધૂધ ફાયરિંગ (Firing) કરીને ફરાર થયા હતા. ઘટના સ્થળેથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યાં છે. આ સમગ્ર ઘટનાના પગલે બંને હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તાજવીજ હાથ ધરી છે. SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.


આ મામલે મળતી માહિતી પ્રમાણે, વાપીના ચણોદ કોલોનીમાં આવેલા મહાકાલી મંદિરની બાજુમાં આવેલા વિવેકાનંદ નગર સરકારી આવાસોમાં નીચેના માળે રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામનાં એક વિધવા મહિલા એકલવાયું જીવન જીવતા હતા. તેની સાથે તેના વતન મહારાષ્ટ્રથી તેની સહેલી દુર્ગાબેન ખડસે છેલ્લા દસ દિવસથી સાથે રહેવા આવ્યા હતા. બંને સહેલીઓ ઘરમાં બેસી ટીવી જોઇ રહી હતી. તે વખતે જ ઘરની બહાર એક બાઈક પર બે બુકાનીધારી અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્શ બંદૂક જેવા હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યો હતો અને ઘરમાં બેસી ટીવી જોઈ રહેલી આ બંને સહેલીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો નંબર વગરનાં બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામનાં મહિલાનો પતિ થોડા વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. જોકે, મહિલાને સંતાનમાં એક પરણિત દીકરો છે. જે વહુ સાથે અલગ રહે છે. જોકે, મહિલાની બાળપણની ખાસ સહેલી દુર્ગાબેન ખડસે મહારાષ્ટ્રથી છેલ્લા દસ દિવસથી આ મહિલાની સાથે રહેવા આવી હતી. આ બંને સહેલીઓ ઘરમાં એકલી બેસીને ટીવી જોઈ હતી એ વખતે જ અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સ્થળ પરથી ત્રણ ફૂટેલા કારતૂસ અને ત્રણ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. જેને કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.